Article Search2021-08-05T10:56:12+00:00

સમાચાર દર્શન

June 1st, 2021|Categories: Samachar Darshan|Tags: , , |

રામકૃષ્ણ મઠ - મિશનના ઉપાધ્યક્ષ, પૂજ્યપાદ સ્વામી શિવમયાનંદજી બ્રહ્મલીન થયા ભારે દુઃખ સાથે જણાવવામાં આવે છે કે રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ, પૂજ્યપાદ સ્વામી શિવમયાનંદજી સેવાપ્રતિષ્ઠાન, કોલકાતા ખાતે કોવિડ ન્યુમોનિયાને લીધે ૧૧ જૂન, ૨૦૨૧ના રોજ રાત્રે ૯.૦૫ વાગ્યે ૮૬ વર્ષની વયે મહાસમાધિમાં લીન થયા છે. પૂજનીય મહારાજને તા. ૨૨ મે ના [...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

June 1st, 2021|Categories: Raghaveshananda Swami|Tags: , , |

જરાસંધ સાથે દ્વંદ્વ યુદ્ધઃ શ્રીકૃષ્ણ અને અર્જુને પ્રેમપૂર્વક ભીમસેનને આલિંગન કર્યું. ત્યાર બાદ શ્રીકૃષ્ણે જરાસંધના પુત્ર સહદેવને મગધના રાજસિંહાસન પર બેસાડ્યો અને જરાસંધે જે રાજાઓને કેદ કરી રાખ્યા હતા તેમને કેદમાંથી મુક્ત કરી દીધા. જરાસંધે લગભગ વીસ હજાર રાજાઓને પહાડીની ઘાટીમાં એક કિલ્લાની અંદર કેદ કરી રાખ્યા હતા. જ્યારે [...]

જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

June 1st, 2021|Categories: Abjajananda Swami|Tags: , , , |

ત્યાર પછીથી તેઓ અવારનવાર મઠની મુલાકાતે જતા અને સાધુઓ સાથેની તેમની નિકટતા પણ વધી. કોલેજ પૂરી થાય કે તરત જ કાલીકૃષ્ણ વરાહનગર મઠમાં જતા અને સંન્યાસીઓ સાથે પોતાનો થોડો સમય ગાળતા. કાલીકૃષ્ણનું ગણિત ઘણું નબળું હતું અને એ વિષયથી એમને ઘણો ડર લાગતો હતો. એક દિવસ સ્વામી રામકૃષ્ણાનંદજીએ એમના [...]

પ્રેરક પ્રસંગ : પૃથ્વી પરનું સ્વર્ગ – કાશ્મીર : સ્વામી ગંભીરાનંદ

June 1st, 2021|Categories: Gambhirananda Swami|Tags: , , |

‘એ સ્વતંત્રતા દિવસની સવારે ચા-નાસ્તા માટે અમેરિકન મહિલાઓ નૌકામાં આવી. આ નાનકડા સમારંભમાં હાજર રહેવા માટે સ્વામીજીએ પોતાનો બહાર જવાનો કાર્યક્રમ બંધ રાખ્યો હતો.’ બીજાં વક્તવ્યોની સાથે જ એમની એ કવિતા પણ સ્વાગતરૂપે બધાંની સમક્ષ વાંચવામાં આવી. આ કવિતાનો પદ્યાનુવાદ ‘મુક્તિ’, શીર્ષક હેઠળ હિન્દીમાં (‘વિવેકાનંદ સાહિત્ય’ - ૧૦/૨૦૩)માં છપાયો [...]

સંકલન : સ્વામીજીના રાજયોગ પરનાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત સાર : શ્રી પ્રકાશભાઈ જોષી

June 1st, 2021|Categories: Prakashbhai Joshi, Sankalan|Tags: , , |

સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત સાર યોગ એટલે જોડાણ, મેળાપ, પરમાત્મા સાથે સંબંધ કરાવવાનો ઉપાય. સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનો તેમજ પતંજલિનાં યોગસૂત્રોની સમજૂતી પર આધારિત પ્રસ્તુત લેખમાં રાજયોગ વિશેની સંક્ષિપ્ત માહિતી આપવાનો પ્રયાસ કરેલ છે. રાજયોગનાં આઠ અંગ છે. (૧) યમ (૨) નિયમ [...]

જીવન ચરિત્ર : બાલ્યચરિત તથા પિતૃવિયોગ : સ્વામી સારદાનંદ

June 1st, 2021|Categories: Saradananda Swami|Tags: , , |

૧૧. ગદાધરની શૈક્ષણિક પ્રગતિ હવે મૂળ કથા પર પાછા ફરીએ તો નિશાળે જતા ગદાધર ભણવામાં પણ કાંઈ પાછળ નહોતો પડતો. થોડા જ વખતમાં તે સાધારણ વાંચતાં-લખતાં શીખી ગયો. પણ ગણિત સાથેનું તેનું આડવેર તો હતું તેવું જ લગભગ હંમેશાં રહ્યા કર્યું. બીજી બાજુએ એની અનુકરણશક્તિ અને કળા-કામગીરીની આપસૂઝ દિવસે [...]

યુવજગત : દૃઢ ઇચ્છાશક્તિ : સ્વામી સત્યરૂપાનંદ

June 1st, 2021|Categories: Satyarupananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદેે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે Human will is divine. આપણા આ નગર, નગરોનાં મોટાં મોટાં મકાનો વગેરે મનુષ્યની ઇચ્છાશક્તિનું જ ફળ છે. આ યુગમાં વિજ્ઞાનના જે વિભિન્ન ચમત્કારો નજરે પડે છે, જે વૈજ્ઞાનિક શોધો થકી માનવજીવન ઉન્નત અને સુખી થયું છે, આરોગ્ય ક્ષેત્રે જે દવાઓની શોધો [...]

સંસ્મરણ : પહેલાં ઈશ્વર પછી બધું : સ્વામી નિત્યાત્માનંદ

June 1st, 2021|Categories: Nityatmananda Swami|Tags: , , , |

‘પ્રવર્તકોએ રોજ નિયમિત સમયે ધ્યાન-જપ કરવા જોઇએ. ભલે હજાર કામ હોય તોપણ છેવટે (સવારે) સાંજે સંધ્યામાં બેસે. વિદ્યાસાગર મહાશય બાપ, ભાઈઓ માટે સ્વયં ભોજન બનાવતા હતા, સમય મળતાં જ વાંચતા. અભ્યાસથી બધું સહજ બની જાય છે. પાંચ કામ એક સાથે કરી શકાય છે. ઠાકુર કહ્યા કરતા હતા, કે રાત્રે [...]

સંસ્મરણ : શ્રીમા શારદાદેવીનાં મહાલક્ષ્મીરૂપે દર્શન : મનમોહન મિત્ર

June 1st, 2021|Categories: Manmohan Mitra|Tags: , , |

કામારપુકુર અને જયરામવાટી મહાતીર્થ છે. કામારપુકુર અને જયરામવાટીના નિવાસીઓનાં દર્શન કરવાં એ પરમ સૌભાગ્યની વાત છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ માટે કોઈ નિત્યજીવ વગેરે ન હતા, એ તો પતિત અજ્ઞાની અને માયાબદ્ધ જીવોને જ જોતા હતા. જો એમને જરા પણ આભાસ થતો કે આ લોકો ભગવાનનું શરણ ચાહે છે, તો એમની [...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

June 1st, 2021|Categories: Ek Sanyasi|Tags: , , , |

ગતાંકથી આગળ.... સમુદ્રાઃ સરિતઃ સર્વાઃ કલ્પે કલ્પે ક્ષયં ગતાઃ। સપ્તકલ્પક્ષયે ક્ષીણે ન મૃતા તેન નર્મદા।। અર્થાત્ સમુદ્રો, નદીઓ સર્વ, કલ્પે કલ્પે થતાં ક્ષય; સાત કલ્પ થતાં ક્ષીણ, તોય ના નર્મદા ક્ષય. નર્મદેહરના સાદ સાથે વડફલીથી ચા-પ્રસાદ કરી સવારે આઠેક વાગ્યે નીકળી પડ્યા. માર્ચ, ૨૦૧૫ના શરૂઆતના દિવસો. દસ વાગ્યા સુધીમાં [...]

ધ્યાન : સાધના અને પૂર્વસંસ્કાર : સ્વામી યતીશ્વરાનંદ

June 1st, 2021|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

સંતોનાં દૃષ્ટાંતઃ વૈરાગ્યની સાધના આપણે સંતોનાં જીવન મારફત શીખી શકીએ છીએ. બંગાળના પ્રસિદ્ધ વૈષ્ણવ સંત લાલબાબાનું જ દૃષ્ટાંત લો. પ્રૌઢાવસ્થા સુધી તેઓએ ભોગપરાયણ જીવન વિતાવ્યું હતું. એક દિવસ ઘેર પાછા વળતી વખતે તેઓએ ધોબીની એક બાલિકાને પોતાના પિતાને કહેતી સાંભળી, ‘પિતાજી, વિલંબ થઈ રહ્યો છે, ‘વાસના’ને આગ ક્યારે લગાડશો.’ [...]

શાસ્ત્ર : ભગવદ્‌ ગીતામાં મનુષ્યનું આત્મગૌરવ : સ્વામી રંગનાથાનંદ

June 1st, 2021|Categories: Ranganathananda Swami|Tags: , , , |

આપણા ભારતીય સમાજે પાછલી કેટલીક સદીઓથી આજ સુધી માનવવિકાસ રુંધ્યો હતો. કોઈ માણસ ઊંચે ઊઠવા માગે છે; એના માથા ઉપર કોઈ મુક્કો મારે છે; કોણ ને કયાંથી તે આપણે જાણતા નથી. એવો હતો આપણો સમાજ. આજે આપણો સમાજ હરકોઈને કહે છેઃ ‘ઊઠ! તને મદદ કરવા હું તત્પર છું. તને [...]

સંસ્મરણ : સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ

June 1st, 2021|Categories: Chetanananda Swami|Tags: , , |

મઠમાંથી જ્યારે હું અમેરિકા જવા માટે તૈયાર થયો ત્યારે મહારાજે શિખરેશને કહ્યું કે, મારે જેટલી ધોતી, ચાદર કે ઝભ્ભા માટે કાપડની જરૂર હોય તે બધું તેમના સ્ટોકમાંથી લઈ આવે. અહીં અમેરિકામાં તો બહાર જતી વખતે પાશ્ચાત્ય ઢબનાં કપડાં પહેરું પણ આશ્રમમાં તો ભગવાં જ પહેરું છું. પૈસા ખર્ચીને મારે [...]

પ્રાસંગિક : સદ્‌ગુરુની પરખ : શ્રી ભાણદેવ

June 1st, 2021|Categories: Bhandev|Tags: , , |

(ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્‌ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે માનવભાવોની સાથે શરણાગત-વત્સલતા, ભક્ત-વત્સલતા, પતિતોદ્ધાર વગેરે દિવ્ય ભાવો પણ શ્રીરામકૃષ્ણમાં એકી સાથે જોવા મળે છે. ભારતના યશસ્વી કવિએ અયોધ્યાપતિ શ્રીરામચંદ્રજીના લોકોત્તર ચરિત્રનું વર્ણન કરતાં [...]

સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1st, 2021|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્‌ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે માનવભાવોની સાથે શરણાગત-વત્સલતા, ભક્ત-વત્સલતા, પતિતોદ્ધાર વગેરે દિવ્ય ભાવો પણ શ્રીરામકૃષ્ણમાં એકી સાથે જોવા મળે છે. ભારતના યશસ્વી કવિએ અયોધ્યાપતિ શ્રીરામચંદ્રજીના લોકોત્તર ચરિત્રનું વર્ણન કરતાં [...]

અમૃતવાણી : કામિની-કાંચન તરીકે માયા : શ્રીરામકૃષ્ણદેવ

June 1st, 2021|Categories: Ramakrishna Dev|Tags: , , |

વિષય-વાસના અને આધ્યાત્મિક પ્રગતિ ઈશ્વરને પામવા ઇચ્છનારે કે, ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ, નહીં તો તેઓ કદી પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકે. નિત્યાનંદે શ્રીચૈતન્યને પૂછ્યુંઃ ‘લોકોને પ્રેમભક્તિની આટલી વાત હું કરું છું છતાં કેમ એની કશી અસર નથી થતી?’ શ્રી ચૈતન્યે કહ્યું ઃ ‘ કારણ, સ્ત્રીસંગને [...]

મંગલાચરણ : સદ્‌ગુરુ વંદના, આપણો વારસો

June 1st, 2021|Categories: Sankalan|Tags: , , |

स्थावरं जङ्गमं व्याप्तं येन कृत्स्नं चराचरम्। तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः।। સ્થાવર-જંગમમાં વ્યાપી રહેલ પરમતત્ત્વનું સ્થાન જેમણે બતાવ્યું છે તે સદ્‌ગુરુને નમન હો ! चिद्रूपेण परिव्याप्तं त्रैलोक्यं सचराचरम्। तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः।। ત્રણેય લોકના સ્થાવર-જંગમ પદાર્થાે ચેતનરૂપ બ્રહ્મથી વ્યાપ્ત રહેલા છે, તેને બતાવનાર શ્રીસદ્‌ગુરુને પ્રણામ! सर्वश्रुतिशिरोरत्नसमुद्भासितमूर्तये। [...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

May 25th, 2021|Categories: Ranganathananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... એક વાર શ્રીરામકૃષ્ણે પોતાની પાસે નિયમિત આવતા અને મુક્તપણે વાત કરતા એક બ્રાહ્મણની વાત કરી. એક દિવસ એ આવ્યો અને એણે શ્રીરામકૃષ્ણ સાથે કટાક્ષભરી અને તોછડાઈભરી વાણીમાં વાત કરી: ‘કેમ છો, બામણ !’ આ સાંભળી શ્રીરામકૃષ્ણે પોતાના સાથીને વાત કહી : ‘એની પાસે થોડો પૈસો આવ્યો લાગે [...]

Go to Top